17 OCT 2026

કોરોના પ્રકોપને પગલે ૨૧ દિવસના લોક ડાઉનના સમયે રોગાતુર જનને વિષે દયાવાન થવાના ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલ આદેશ અનુસાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા સરકારશ્રીને અનેકવિધરૂપે સહાયરૂપ થવા  પૂ. ગુરુમહારાજની પ્રેરણાથી જરૂરીયાત મંદ પરિવારોને સહાયરૂપ થવા ૨૭ લાખની સેવા મુખ્યમંત્રીના રાહત નિધિમાં અર્પણ કરેલ છે.

આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો માટે રાજકોટ, સુરત, નવસારી, મુંબઈ તથા અન્ય વિસ્તારોમાં અનાજ તથા શાકભાજીની કીટોનું વિતરણ, ફૂડ પેકેટ, ટીફિન સેવા શરુ કરાયેલ છે.

Share: